અમદાવાદઃ શાંતીપૂર્ણ રીતે સંપન્ન થઈ ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા
Live TV
-
ભાવ અને ભક્તિપૂર્ણ રીતે પૂરી થઈ ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા
અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક 142મી રથયાત્રા રંગેચંગે ભાવ અને ભક્તિપૂર્ણ રીતે પૂરી થઈ હતી. ભગવાન જગન્નાથની રથયાત્રામાં કોમી એખલાસના દ્રશ્યો પણ જોવા મળ્યા હતાં. સવારના સાત વાગ્યે શરુ થયેલી ભગવાન જગન્નાથની રથયાત્રા રાતે સાડા નવ કલાકે શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ હતી. વ્હાલાના વધામણા કરવા માટે વહેલી સવારથી જગન્નાથ મંદિર સહિત રથયાત્રાના માર્ગમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો.
આ પહેલા રથયાત્રા પૂર્વે વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. નગરયાત્રાના સમય મુજબ મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધી કરાવી હતી અને પ્રભુને નગરયાત્રા માટે આમંત્રણ આપ્યું હતું.
આ ઐતિહાસિક રથયાત્રામાં કોઈ અગવડતા ન રહે તેમજ અરાજકતા ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. અમદાવાદ મહાનગરમાં આ ઐતિહાસિક રથયાત્રાના પરિભ્રમણનું રીયલ ટાઈમ મોનિટરીંગ અને તલસ્પર્શી નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યું હતું. શહેર પોલીસની કમાન્ડ એન્ડ કંટ્રોલ વોલનું મુખ્યમંત્રી નિવાસે સીએમ ડેશ બોર્ડ સાથે સીધું જોડાણ કરાયું હતું. જેથી રથયાત્રાના સમગ્ર રૂટનું મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી બારીકાઈથી નિરીક્ષણ કરી શકે.
