#GPSC ની કલાસ 1-2ની પરીક્ષાનું પરિણામ જાહેર, અંકિત ગોહિલ ટૉપર
Live TV
-
ગુજરાત જાહેર સેવા આયોગ-જીપીએસસી દ્વારા લેવાયેલી ક્લાસ 1 અને 2 ની ફાઇનલ પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.
જેમાં અંકિત પિયુષકુમાર ગોહિલ 524 માર્કસ મેળવીને ટોપર બન્યા છે. જ્યારે મયૂરસિંહ રાજપૂત 513.75 માર્કસ મેળવીને બીજા ક્રમે રહ્યા છે. કુ. પલક રાજેન્દ્ર ત્રિવેદી 508.75 માર્કસ મેળવીને ત્રીજા ક્રમે, શિવમ જગેન્દ્રસિંહ બારિયા 506.25 માર્કસ સાથે ચોથા સ્થાને અને કુ. શિવાંગીબેન જયેશકુમાર શાહે 498.25 માર્કસ સાથે પાંચમા સ્થાને રહ્યા છે.
