પંચમહાલઃ જંગલની જમીન પર કબજો કરનારા 70 લોકોની પોલીસે કરી ધરપકડ
Live TV
-
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાલિયાવાવ ગામે એક સાથે 300 જેટલા વ્યક્તિઓએ જંગલની જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે ફોરેસ્ટના કર્મચારીઓ અને જમીન પર કબજો જમાવવા આવેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
વન વિભાગને બાતમી મળી હતી કે કેટલાક લોકો જંગલ વિસ્તારની જમીન પર ખેડાણ કરવાની તૈયારી કર્યા છે. આ બાતમીના આધારે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત વનકર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યારબાદ ત્યાં ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.
વન વિભાગ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને 70 જેટલા લોકોની અટકાયત કરી હતી. પોલીસે અટકાયત કરાયેલા શખ્સો પાસેથી તીર કાંમઠા, લાકડી, કુહાડી, પાવડા કબ્જો કર્યા હતા. પોલીસ દ્વારા હાલ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
