AMC બિલ્ડિંગ ખાતે રથયાત્રામાં જોવા મળ્યા કોમી એખલાસના દ્રશ્યો
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જોવા મળ્યા કોમી એખલાસના દ્રશ્યો.. હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના આગેવાનોએ કર્યું ભગવાનનું સ્વાગત..
ભગવાન જગન્નાથજીની દબદબાપૂર્ણ રથયાત્રા, મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી પાસે આવી પહોંચતા મહંત શ્રી દિલીપદાસનું મેયર શ્રીમતી બિજલ બેન પટેલે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સર્વધર્મ સમભાવનો સંદેશ આપતા સર્વધર્મના વડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તેઓએ પણ મહંત દિલિપદાસજીનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. અહીં પણ ભક્તોને ફણગાવેલા મગ, જાંબુ અને ડ્રાયફ્રટ ખીચડીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. શણગારેલી ટ્રકો, ગજ રાજ, ભજન મંડળીઓ અને અખાડાઓએ અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું.
