કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રથયાત્રાના દર્શન બાદ દિલ્હી જવા રવાના
Live TV
-
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસીય મુલાકાતે હતા. દર વર્ષના નિયમ મુજબ તેઓ આજે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તેમણે એસજીવીપી ગુરુકુલના મહંત પૂરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની એસજીવીપી હોલીસ્ટીક હોસ્પીટલ ખાતે મુલાકાત લીધી હતી.
જ્યાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીને તાજેતરમાંજ સફળ બાયપાસ સર્જરી કરાઈ હતી. આ મુલાકાતમાં અમિત શાહે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીજીના આશીર્વાદ લીધા હતા. સ્વામીજીએ આશીર્વાદ આપી કહ્યું હતું કે, આપ ખૂબ દેશ સેવા કરો, આપના જેવા દીર્ધદ્રષ્ટિ વાળા નેતાઓની દેશને જરુર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહ ભૂતકાળમાં સરખેજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટણી લડતા ત્યારે તેઓ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીજીના આશીર્વાદ લીધા બાદ ચૂંટણી પ્રચાર શરૂ કરતાં હતા. ખૂબ લાંબા સમયથી પૂજ્ય સ્વામીજી સાથે અમિત શાહને આત્મિયતાનો નાતો છે. ગુજરાત પ્રવાસના નિર્ધારિત કાર્યક્રમો પૂર્ણ થતાં અમિત શાહ પરત દિલ્હી જવા રવાના થયા છે.
