રાજ્યસભા ચૂંટણીઃ મતદાન પહેલા એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે જગન્નાથ મંદિરે કર્યા દર્શન
Live TV
-
કોંગ્રેસે અનિશ્ચિતતા ટાળવા પોતાના ધારાસભ્યોને બનાસાકાંઠા બાલારામ રિસોર્ટમાં કર્યા એકત્ર
ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકો માટે આજે ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીમાં ચૂંટાયા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ રાજીનામું આપ્યાં બાદ આ બે બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. ભાજપમાંથી પહેલી બેઠક માટે વિદેશ મંત્રી વિદેશપ્રધાન એસ.જયશંકર અને બીજી બેઠક માટે જુગલ ઠાકોર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પહેલા બન્ને ઉમેદવારોએ જગન્નાથ મંદિરે દર્શન કરી અને રથની પૂજા-અર્ચના કરી હતી
નોંધનીય છે કે રાજ્યસભાની બે બેઠક માટે મતદાન થવાનું છે ત્યારે કોંગ્રેસમાં કોઈ અનિશ્ચિતતા ના સર્જાય તે હેતુસર કોંગ્રેસે પોતાના 60 વિધાનસભ્યોને પાલનપુર નજીક એક રીસોર્ટમાં સમુહમાં રાખ્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસી ધારાસભ્ય ક્રોસ વોટંગ ના કરે તે હેતુસર આમ કરવામાં આવ્યું છે. જોકે કોંગ્રેસના નવ વિધાનસભ્ય હજુ રીસોર્ટ સુધી પહોંચ્યા નથી. અંગત કારણસર છ વિધાનસભ્યો અને અલ્પેશ ઠાકોર જૂથના ત્રણ એમ કુલ 9 ધારાસભ્ય રીસોર્ટમાં પહોંચ્યા નથી. નોંધનીય છે કે ભાજપે પહેલેથી જ કોંગ્રેસમાં ફૂટફાટ હોવાના આક્ષેપ કર્યા છે
