અમદાવાદઃ સફાઈકર્મીઓના આકસ્મિક મૃત્યુ કે અનફિટના કિસ્સામાં વારસદારને નોકરી આપવાનો નિર્ણય
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સફાઈ કામદારોના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સફાઈ કામદારોના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં 6200 થી વધુ સફાઈકર્મીઓના આકસ્મિક મૃત્યુ કે અનફિટના કિસ્સામાં તેમના આશ્રિત વારસદારને નોકરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
શહેરની સફાઈ કરતા કર્મચારીઓ વિવિધ બિમારીઓનો ભોગ બને છે અને તેના કારણે તેમના આકસ્મિક મૃત્યુ થાય છે. તેમ જ અનેક સફાઈકર્મીઓ બિમારીના કારણે નોકરીના બાકીના વર્ષોમાં પોતાની ફરજ બજાવી શકતા નથી. જેથી તેમના પરીવારનું ગુજરાન ચલાવવું અઘરૂં બની જાય છે. આવા સફાઈકર્મીઓના પરિવારના કોઈ પણ વયસ્ક વારસદારને સફાઈ કામદાર તરીકેની નોકરી આપવાનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો છે. મહત્વનું છે કે, વર્ષ 2017માં 6200 થી વધારે સફાઈકર્મીઓને કાયમી સફાઈ કામદાર તરીકે નિમણૂક આપવામાં આવી હતી
