ખેડાઃ સજીવ ખેતી કરીને રાસાયણિક ખાતરથી છુટકારો મેળવતા નડિયાદના ખેડૂત
Live TV
-
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પીપળાતા ગામના ખેડૂત અરૂણ શાહે ખેડૂત શિબિરમાંથી અને આત્મા પ્રોજેક્ટ હેઠળ માર્ગદર્શન અને માહિતી મેળવીને સજીવ ખેતી શરુ કરી છે.
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પીપળાતા ગામના ખેડૂત અરૂણ શાહે ખેડૂત શિબિરમાંથી અને આત્મા પ્રોજેક્ટ હેઠળ માર્ગદર્શન અને માહિતી મેળવીને સજીવ ખેતી શરુ કરી છે. પહેલાં અરુણભાઈ ડાંગર, બાજરી, ઘઉંનો પાકમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરતા હતા. ખેડૂતલક્ષી શિબિર અને સરકારની વિવિધ યોજનાઓનો સમય સાથે કદમ મિલાવતા છેલ્લા બે વર્ષથી તેઓ સજીવ ખેતી તરફ આગળ વધ્યા છે. ગત વર્ષે પાંત્રીસ વીઘા જમીનમાંથી થોડા વીઘામાં સજીવ ખેતી કરી હતી જેમાં અરુણભાઈને સારુ ઉત્પાદન મળ્યું હતું.
સજીવ ખેતી એટલે કે ખેતરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ પાકનું ઉત્પાદન કરવું. સજીવ ખેતીની વ્યાખ્યામાં રાસાયણિક ખાતર અને દવાઓ સિવાય કુદરતી સ્ત્રોત જેવા કે ગાયનુ છાણ, મૂત્ર, પાંદડા ,ખેતરનો કચરો વગેરેનો ઉપયોગ કરી ખાતર બનાવામાં આવે છે અને આજ ખાતરનો ઉપયોગ ખેતરમાં કરીને પાકનું ઉત્પાદન લેવાય છે. આ વર્ષે સજીવ ખેતીમાં અરુણભાઈએ ડાંગરની વાવણી કરી છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા મેળવેલ માર્ગદર્શન આધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે.
