અમદાવાદઃ સરકારી કર્મચારીઓ માટે બનેલા આવાસોનું ડે.સીએમ નીતિન પટેલે લોકાર્પણ કર્યું
Live TV
-
અમદાવાદ ખાતે મેમનગર, બોડકદેવ અને ગુલબાઈ ટેકરા વિસ્તામાં રૂ. 152 કરોડના ખર્ચે બનેલા 520 આવાસોનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે થયું હતું.
રાજ્ય સરકારમાં સેવારત કર્મચારીઓને સુવિધાયુક્ત આવાસો મળી રહે તે માટે માર્ગ અને મકાન વિભાત સતત કાર્યરત છે. આજે અમદાવાદ ખાતે મેમનગર, બોડકદેવ અને ગુલબાઈ ટેકરા વિસ્તામાં રૂ. 152 કરોડના ખર્ચે બનેલા 520 આવાસોનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે થયું હતું.
વસ્ત્રાપુર સરકારી વસાહત ખાતે યોજાયેલા આ લોકોર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કર્મચારીઓને ચાવી અર્પણ કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે બનેલા ડી-1, સી, અને બી કક્ષાના કુલ 520 મકાનોનું લોકાર્પણ થવાથી અમદાવાદ અને ગાંધીનગર ખાતે કામ કરતા કર્મચારીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે. આ પ્રસંગે નાયમ મુખ્યમંત્રીશ્રીની સાથે અમદાવાદ મેયર કીરીટ પરમાર, ધારાસભ્ય રાકેશ શાહ, ભૂપેન્દ્ર પટેલ, કિરશોરસિંહ ચૌહાણ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશ બારોટ તેમજ સ્થાનિક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માર્ગ અને મકાન વિભાગ હંમેશાં સરકારી કર્મચારીઓને આવાસોની આધુનિક સુવીધા આપી રહ્યું છે અને હાલ રાજ્યમાં રૂ. 2000 કરોડથી વધુનાં કામો ચાલી રહ્યાં છે.
