અમદાવાદઃ 1946ની રથયાત્રામાં કોમી તોફાન રોકવા પ્રાણોની આહૂતી આપનાર વસંત-રજબને શ્રદ્ધાંજલિ
Live TV
-
અમદાવાદમાં આજે વસંત-રજબની સ્મૃતિમાં બંધુત્વ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં આજે વસંત-રજબની સ્મૃતિમાં બંધુત્વ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તેમજ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.
વસંત-રજબની સ્મૃતિમાં યોજાયેલા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વસંત-રજબ પર લખાયેલા પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, 1 જૂલાઈ 1946માં અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ફાટી નીકળેલા કોમી તોફાનોને રોકવા વસંત હેગિષ્ટે તેમજ રજબઅલીએ કોમી એકતા દર્શાવતા પોતાના પ્રાણોની આહૂતિ આપી હતી.
વસંતરાવ હેગિષ્ટે એક મહારાષ્ટ્રી હિંદુ હતા અને અમદાવાદમાં ઉછર્યા હતા. વસંતરાવે ગુજરાતી વ્યાયામનો અભ્યાસ કર્યો હતો. રજબઅલી લાખાણીએ ગુજરાતી મુસ્લિમ હતા. અમદાવાદ શહેર પોલીસે વસંત-રજબની મિત્રતા અને આત્મબલિદાનનું ઋણ ચકવવા માટે દોસ્તી અને માણસાઈનાં દર્શન કરાવતું દેશનું આ પ્રકારનું સર્વપ્રથમ મેમૉરિઅલ ‘વસંત-રજબ: બંધુત્વ સ્મારક’નું ‘ગાયકવાડ હવેલી’ના ઐતિહાસિક પરિસરમાં નિર્માણ કરેલ છે. આ પ્રસંગે સ્વામિનારાયણ ગાંદી સંસ્થાન દ્વારા શાંતિકૂચનું પણ આયોજન કરાયું હતું.
