ભરુચઃ કોવિડ હોસ્પિટલમાં આગ દરમ્યાન 25 દર્દીઓનો જીવ બચાવનાર પોલીસકર્મીઓને ઈનામ
Live TV
-
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભરુચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરુચ પોલીસના જવાનોને રુપિયા 5 લાખનું ઈનામ આપવામાં આવશે

ભરુચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે પોલીસ જવાનોની ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે પોલીસ જવાનોએ ત્વરિત ઘટના સ્થળે પહોંચીને કોરોના વોર્ડના કાચ તોડીને હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને કોરોના સારવાર લઈ રહેલા દર્દીઓને બચાવવા માટે પોતાના જીવની પણ પરવા કર્યા વગર 25 દર્દીઓના જીવ બચાવ્યા હતા. પોલીસ કર્મચારીઓની આ ફરજ નિષ્ઠાને બિરદાવવા માટે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પ્રોત્યાહન ઈનામની જાહેરાત કરી છે.