લોકડાઉનમાં શ્રમિકો સામે થયેલ નિયમ ભંગના 515 કેસ પરત ખેંચાશેઃ ગૃહ રાજ્યમંત્રી
Live TV
-
કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે લાગુ કરેલા લોકડાઉનમાં લોકડાઉન અને અન્ય નિયમોના ભંગના બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ નિયમભંગના કાર્યવાહીમાં ઘણા શ્રમિકો સામે પણ કેસ કરવામાં આવ્યા હતા.
કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે લાગુ કરેલા લોકડાઉનમાં લોકડાઉન અને અન્ય નિયમોના ભંગના બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ નિયમભંગના કાર્યવાહીમાં ઘણા શ્રમિકો સામે પણ કેસ કરવામાં આવ્યા હતા.
ગૃહ અને કાયદા રાજયમંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના અંતર્ગત સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરાયું હતું આ લૉક ડાઉન દરમિયાન સ્થળાંતર કરતા શ્રમિકો સામે નિયમોના ભંગ બદલ દાખલ થયેલા કેસો પૈકી 515 કેસો પરત ખેંચવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને સહાયરૂપ થવા આ મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે, દેશમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનનો નિર્ણય કર્યો હતો. જે પ્રમાણે ગુજરાતમાં પણ નિયંત્રણો લાદવામા આવ્યા હતા જેના પરિણામે કોરોનાના પ્રથમ તબક્કામા સંક્રમણને રોકવામાં સફળતા મળી હતી.
આ 515 કેસો હાલની સ્થિતિએ પરત ખેંચવાથી શ્રમિકોને રાહત થશે અને કાયદાકીય કામગીરીમાં પણ રાહત થશે. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, આ 515 કેસો પરત ખેંચવા માટે જરૂરી પ્રક્રિયા કરવા માટે સંબંધીત પબ્લીક પ્રોસિક્યુટરને જિલ્લા મેજીસ્ટ્રેટ મારફતે જરૂરી સૂચના આપવામાં આવશે અને સત્વરે નિકાલ પણ કરાશે. આ માટે સંપૂર્ણ તકેદારી પણ રાજય સરકાર દ્વારા રખાશે.
