Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ 31 ડિસે.ની રાત્રે 4000થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા સતત પેટ્રોલિંગની કામગીરી 

Live TV

X
  • કોરોનાના સંક્રમણને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસે 31 ડિસેમ્બરની રાત્રી દરમ્યાન ખાસ બંદોબસ્ત રાખ્યો હતો.

    પોલીસ દ્વારા રાત્રી કરફ્યુનો કડકાઇથી અમલ કરાવવા માટે 4,000 થી વધુ પોલીસ કર્મીઓએ અમદાવાદ શહેરમાં પેટ્રોલિંગ કરીને જાહેરનામાનું પાલન કરાવ્યું હતું.  આજે પત્રકારો સાથે વાતચીત કરતાં પોલીસ કન્ટ્રોલ રુમ ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું કે અમદાવાદના નાગરીકોએ કરફ્યુમાં સ્વયંભૂ ઘરમાં રહીને પોલીસને સારો સહયોગ આપ્યો છે. 

    તેમણે કહ્યું કે શહેર પોલીસે  જ્યાં ભીડ એકઠી થવાની શક્યતા હતી, ત્યાં સીનીયર અધિકારીઓને મોકલ્યા હતા. અમદાવાદ શહેરમાં કોઇપણ પ્રકારની પાર્ટી કે મેળાવડાનું આયોજન થયું ન હતું. 

    આ પોલીસ બંદોબસ્ત દરમાયન જાહેરનામા ભંગના 136 ગુના અંતર્ગત 147 આરોપીઓની ધરપકડ કરાઈ હતી તેમજ  પ્રોહિબીશનના 156 ગુના  નોંધાયા હતા.  જેમાં 11 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply