Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં એક-બે દિવસમાં માવઠાની આગાહી, ડીસામાં સૌથી ઓછું તાપમાન 

Live TV

X
  • દિલ્હીમાં સુસવાટા મારતા ઠંડા પવન અને ધુમ્મસે જનજીવનને પ્રભાવિત કર્યું છે. આજે સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેતાં વિઝિબિલિટી ઘટી ગઇ હતી. લોકોને વાહનો હંકારવામાં પણ મુશ્કેલી પડી  હતી.  

    દિલ્હી ખાતે આજે  લઘુત્તમ તાપમાન આ મોસમનું સૌથી નીચું 1.1 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. ઉત્તર ભારતના રાજ્યમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. પહાડો પર બરફ વર્ષાને કારણે મેદાની પ્રદેશમાં લોકો ઠુઠવાઇ રહ્યા છે. 

    આબુ ખાતે માઇનસ 4.4 ડીગ્રી તાપમાન નોંધાયુ હતુ. ગુજરાત રાજ્યમાં ડીસા ખાતે સૌથી ઓછુ તાપમાન નોંધાયુ હતું. અહીં 7.2 ડીગ્રી તાપમાન નોંધાયુ હતુ. નલિયામાં લઘુત્તમ 9.1 ડિગ્રી, વડોદરામાં 10 ડીગ્રી, સુરતમાં 12.2 ડીગ્રી અને રાજકોટમાં લધુત્તમ  9.2 ડીગ્રી તાપમાન નોંધાયુ. 

    રાજ્યમાં એક - બે દિવસમાં માવઠાની આગાહી છે. આગામી બેથી ત્રણ દિવસ હજુ તાપમાનનો પારો ગગડતાં રાજ્યના હવામાન વિભાગે ઠંડી વધવાની આગાહી  કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, પંચમહાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply