Skip to main content
Settings Settings for Dark

ડાંગ જિલ્લામાં પણ આંગણવાડીના બાળકોને ઘરેબેઠા સુખડીનું વિતરણ 

Live TV

X
  • કોરોના વાઇરસ કોવિડ ૧૯ સામે પ્રતિકાર માટે સાવધાનીના ભાગરૂપે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ડાંગ જિલ્લામાં પણ કલેકટર એન. કે. ડામોરના માર્ગદર્શન હેઠળ માઇક્રો પ્લાનિંગ સાથે આ હેતુસર સઘન  કામગીરી થઇ રહી છે. 

    આંગણવાડીના નાના ભુલકાઓ મહામારી કાળમાં  તંદુરસ્ત રહે તે માટે હાલમાં આંગણવાડી બંધ રાખીને તમામ બાળકોને સરકાર દ્વારા તેમના ઘરે જ  ટેક હોમ રાશન આપવામાં આવે છે.

    આ દરમિયાન આંગણવાડી કેન્દ્ર ખાતે સુખડી તૈયાર કરીને બાળકોને ઘેર બેઠા તેનું વિતરણ પણ થયું હતું.  આંગણવાડી કાર્યકર બહેનોએ આ સુખડી વિતરણ કર્યું હતું. બાળક દીઠ 1 કિલો સુખડીનું વિતરણ થતાં બાળકો અને વાલી ખુશ છે. આહવા, વઘઇ અને સુબીર તાલુકાઓના તમામ ગામોમાં આંગણવાડીના બાળકોમાં સુખડી વિતરણની કામગીરી થઇ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply