અમદાવાદના સાયન્સ સિટીમાં 'બાલ સંસ્કાર કેન્દ્ર' દ્વારા રાષ્ટ્ર અને ધર્મભાવનાનું સિંચન
Live TV
-
અમદાવાદના સાયન્સ સિટીમાં 'બાલ સંસ્કાર કેન્દ્ર' દ્વારા રાષ્ટ્ર અને ધર્મભાવનાનું સિંચન
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પોશ ગણાતા સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા શિવલય હાઈટ્સ સોસાયટીમાં 1000થી વધુ પરિવારોને ઘરનું ઘર મળ્યું છે. આ સોસાયટીમાં રહેતા ગરીબ અને મધ્યમવર્ગના બાળકોમાં રાષ્ટ્રભાવના અને ધર્મભાવના કેળવાય તે હેતુથી એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વ્યવસાયે નિવૃત્ત સર્વેયર એવા કિરીટભાઈ પટેલ દ્વારા આ સોસાયટીમાં જ એક બાલ સંસ્કાર કેન્દ્ર ચલાવવામાં આવે છે. આ કેન્દ્રમાં ૧૪ વર્ષ સુધીના બાળકોને એકઠા કરીને તેમને હનુમાન ચાલીસાના પાઠ, દેશભક્તિના પાઠ અને સનાતન ધર્મની ઓળખ કરાવવામાં આવે છે. કિરીટભાઈનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રાષ્ટ્રભાવનાનું સ્તર ઊંચું લાવવાનો છે, જેથી તેઓ ભવિષ્યમાં જવાબદાર નાગરિક બની શકે.
આ બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળકોને સંસ્કાર, ધર્મ અને રાષ્ટ્રપ્રેમનું જ્ઞાન આપીને તેમના સર્વાંગી વિકાસમાં મદદ કરવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.
