Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢમાં મેઘો મહેરબાન: ગિરનાર-દાતાર પર લીલીછમ ચાદર, ડેમ છલકાયા!

Live TV

X
  • જૂનાગઢમાં મેઘો મહેરબાન: ગિરનાર-દાતાર પર લીલીછમ ચાદર, ડેમ છલકાયા!

    સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા એક મહિનાથી વરસી રહેલા ધોધમાર વરસાદે ગિરનાર અને દાતાર પર્વત સહિત આસપાસના વિસ્તારમાં કુદરતનો અનોખો નજારો સર્જ્યો છે. સતત વરસાદને કારણે ચારેય બાજુ લીલોતરી છવાઈ ગઈ છે, જાણે ગિરનાર પર્વતે લીલીછમ ચાદર ઓઢી હોય તેવું આહ્લાદક દૃશ્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં ગિરનાર પર 34 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના પરિણામે તમામ નદી-નાળા છલકાઈ ગયા છે.

    દાતાર પર્વત પર ધોધમાર પાણીના ધોધ, હિલ સ્ટેશન જેવો નજારો

    દાતાર પર્વત પર પડેલા ભારે વરસાદથી પહાડો પરથી પાણીના ધોધ વહેતા થયા છે. ગઈકાલે વરસેલા વરસાદને કારણે ફરીથી ઝરણાંઓ જીવંત બન્યા છે અને જંગલની પહાડીઓમાંથી પાણી વહેતું જોવા મળી રહ્યું છે. આ દૃશ્યો કોઈ હિલ સ્ટેશનથી કમ નથી લાગી રહ્યા, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે આંખોને ઠારનારો અનુભવ છે.

    વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો, પ્રવાસીઓ ઉમટી પડ્યા

    જૂનાગઢ શહેરની જનતા માટે ચોમાસામાં પ્રિય એવા ગિરનાર, ભવનાથ અને વિલિંગ્ડન ડેમ હાલ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. ખાસ કરીને વિલિંગ્ડન ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે, જેના મનમોહક દૃશ્યો જોવા માટે આસપાસથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ડેમના આહ્લાદક કુદરતી દૃશ્યોનો આનંદ માણવા લોકો જાણે કુદરતના ખોળે પહોંચી ગયા હોય તેવો અનુભવ કરી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply