ગુજરાતના 104 તાલુકામાં મેઘાવી માહોલઃ બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
Live TV
-
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગોમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ 3 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દાંતીવાડામાં સવા 6 ઇંચ તેમજ પાલનપુરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી ઠેર-ઠેર પાણી ભરાયા છે. આબુ -અમદાવાદ હાઇવે પર ઢીંચણ સમા પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકો અટવાયા હતા.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, સાંજે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ 81 મિ.મી (3 ઈંચ) વરસાદ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય વલસાડના ધરમપુરમાં 38 મિ.મી (1.5 ઈંચ), ભાવનગરમાં 36 મિ.મી (1.4 ઈંચ), વલસાડના કપરાડામાં 33 મિ.મી (1.3 ઈંચ), ભાવનગરના ઘોઘામાં 31 મિ.મી (1.2 ઈંચ), પાટણના સિદ્ધપુરમાં 29 મિ.મી (1.1 ઈંચ) વરસાદ વરસ્યો છે.
