અમદાવાદનું પ્રખ્યાત ખાણી પીણી બજાર માણેક ચોક આજથી 5 દિવસ બંધ
Live TV
-
અમદાવાદમાં ખાણી પીણીની વાત આવે છે એટલે દરેક અમદાવાદીના મનમાં માણેક ચોક અવશ્ય યાદ આવે. જો કે આ બજારથી પાંચ દિવસ બંધ રાખવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે. વાત જાણે એમ છે કે રસ્તા સહિતના કામ માટે માર્કટને પાંચ દિવસ બંધ રાખવામાં આવશે. જો કે દિવસ દરમિયાન આ બજાર ખુલ્લુ રહેશે.
આ બજારમાં સવારે શાકભાજી, બપોરે સોના ચાંદી બજાર અને રાત્રે ખાણી પીણી બજારમાં ફેરવાઈ જાય છે. સ્વાદના શોખીનો માટે માણેક ચોક એક ઉત્તમ જગ્યા છે. જો કે રસ્તાના રિપેરિંગ માટે સોમથી શુક્ર બંધ રહેશે. 25 કરોડના ખર્ચે નવા રોડ બનાવવામાં આવશે. આ પહેલા 2002માં તોફાનો વખતે આ બજાર થોડા દિવસો બંધ રહ્યું હતું ત્યારથી લઈને 17 વર્ષ દરમિયાન આ બજાર ક્યારેય બંધ રહ્યું નથી.થોડા દિવસ પહેલા અમદાવાદના મેયર સહિતના મહાનુભાવોઓ રાત્રે ખાણી પીણીની મજા લેવા માણેક ચોક આવ્યા હતા. ત્યારે સ્થાનિક કોર્પોરેટરે તેમને ખરાબ રસ્તા અંગે અવગત કરાવ્યા હતા. જેને લઈને મેયરે તાત્કાલિક આ બજારના રસ્તા રિપેર માટે સ્પેશિયલ બજેટમાથી રસ્તાના રિપેરિંગ માટે રકમ ફાળવી હતી. રસ્તાના રિપેરિંગ બાદ આ બજાર રાબેતા મુજબ ચાલુ થઈ જશે
