પૂર સમયે રેસ્ક્યુ કામગીરી બદલ પૃથ્વીરાજસિંહની 'જીવન રક્ષક ઍવોર્ડ' માટે પસંદગી
Live TV
-
ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિમાં ઉત્કૃષ્ટ રેસક્યુ કામગીરી કરવા માટે પૃથ્વીરાજસિંહની રાષ્ટ્રીય કક્ષાના જીવન રક્ષક ઍવોર્ડ માટે પસંદગી કરાઈ છે.
મોરબી જિલ્લાના બે પોલીસકર્મીની પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રીય કક્ષાના ઍવોર્ડ માટે પસંદગી થતા પોલીસબેડામાં ઉત્સાહ અને ઉમંગનુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સન્માનિત થનારા પોલીસકર્મીઓમાં ટંકારામાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા અને મોરબી જિલ્લા પોલીસ વડાના PA, PSI રણજિતસિંહ ગઢવીનો સમાવેશ થાય છે.
પૃથ્વીરાજસિંહ જાડેજાની રાષ્ટ્રીય કક્ષાના જીવન રક્ષક એવોર્ડ માટે જ્યારે રણજિતસિંહ ગઢવીની ઉત્કૃષ્ટ સેવા પદક એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ત્યારે જિલ્લાના બે પોલીસકર્મીની રાષ્ટ્રીયકક્ષાના ઍવોર્ડ માટે પસંદગી થતા બંને પોલીસકર્મચારીઓનુ વિશેષ સન્માન મોરબી ખાતે રવામાં આવ્યુ હતુ.
