સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ વરસાદની આગાહી, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ
Live TV
-
હવામાન વિભાગની આગાહી અનુસાર, સાયક્લોનિક સરક્યુલેશનનાં કારણે 27 અને 28 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે.
રાજ્યમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા, આજે અને કાલે એમ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર તેમજ દ્વારકામાં વરસાદની આગાહી છે. વરસાદની આગાહીના પગલે ખેડુતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
27 જાન્યુઆરીના રોજ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે ત્યારે 28 જાન્યુઆરી એ વડોદરામાં સામાન્ય વરસાદ પડે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગાહી અનુસાર કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં બાદ ફરીથી ઠંડીમાં વધારો થઇ શકે છે.
