અમદાવાદને મળશે વધુ એક 1200 બેડ વાળી કોવિડ હોસ્પિટલ
Live TV
-
અમદાવાદમાં કોરોનાની ખરાબ થતી સ્થિતિ પર , વધુ એક કોવિડ હોસ્પિટલ બનાવવાના પ્રયાસો તેજ - નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે , યુ.એન.મહેતા હોસ્પિટલની , નવી 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટેની સુવિધાઓનું કર્યું , નિરીક્ષણ.
રાજ્યમાં કોરોનાની વકરતી સ્થિતિને લઈ , રાજ્ય સરકારે કોવિડ હોસ્પિટલ બનાવવાના પ્રયાસો , તેજ કરી દીધા છે. યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા , 1200 બેડની સુવિધાવાળી , એક નવી બિલ્ડીગ ઉભી કરાઈ છે. આ બિલ્ડીંગને હવે કોરોના હોસ્પિટલ માટે ફાળવવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે, આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી , અને હોસ્પિટલમાં દર્દીઓ માટેની સુવિધાઓને લઈ , નિરીક્ષણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે , આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિ, યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર, ડૉક્ટર આર.કે.પટેલ સહિત , આરોગ્ય વિભાગના અધિકારીઓ , ઉપસ્થિત રહ્યા હતા. ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સનું અવસાન થતા , રાજ્ય સરકાર રુપિયા ૨૫ લાખની સહાય. નાયબ મામલતાદાર સ્વ, દિનેશભાઇ રાવલના પરિવારને અપાશે , રુપિયા ૨૫ લાખનો ચેક....
