Skip to main content
Settings Settings for Dark

ઉત્તર, મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉદ્યોગો અને વેપાર-ધંધા થયા શરૂ

Live TV

X
  • દુકાનો, ઓફિસો શરતોને આધિન ખૂલી, જ્યારે સ્કૂલ કોલેજો, જિમ, શોપિંગ મૉલ, ધાર્મિક સ્થળો હજુ બંધ જ રહેશે

    રાજ્યના અલગ અલગ વિસ્તારમાં 75 ટકા વેપાર, ધંધા અને ઉદ્યોગો શરૂ થયા છે. ઉત્તર ગુજરાત હોય કે, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત, મોટા ભાગના વિસ્તારમાં સવારે ચહેલપહેલ જોવા મળી હતી. દુકાનો, ઓફિસો ખુલવાની સાથે કારખાના, ફેક્ટરીઓ અને નાની મોટી ફેક્ટરીઓ ખુલી હતી. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વિસનગર સહિતના વિસ્તારોમાં લોકો બહાર નીકળ્યા હતા અને ખરીદી કરી હતી. મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, મહિસાગર,આણંદ સહિતના વિસ્તારોમાં રસ્તા પર લોકોની ભીડ જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં ધંધા-રોજગાર ફરી ધમધમતા થયા હતા. સુરતમાં હિરા ઉદ્યોગ સહિત કાપડ ઉદ્યોગ  ધીમેધીમે શરૂ થતા વેપાર અને રોજગારની શક્યતાઓ ઉજળી થઈ હતી, જેના પગલે શ્રમિકો કે જેઓ હિજરત કરવાનું વિચારી રહ્યા હતા તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તો આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ રાબેતા મુજબ સવારે દુકાનો ખૂલી હતી. જોકે મોટા ભાગના વિસ્તારમાં સરકારની ગાઇડલાઈનનું પાલન કરાતું હોવાનું જાણવા મળ્યું હતું. લોકો સલામતી માટે માસ્ક પહેરીને બહાર નીકળ્યા હતા. તો સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે લોકોમાં ઘણા અંશે જાગૃતિ જોવા મળી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply