અમદાવાદમાં 55 દિવસ બાદ છુટછાટ મળતા લોકો બહાર નીકળ્યા, દુકાનો બહાર લાઈન લાગી
Live TV
-
પશ્ચિમ વિસ્તારને નોન કન્ટેનમેન્ટ ઝોન જ્યારે પૂર્વ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો છે.
રાજ્યમાં લૉકડાઉન 4માં છુટછાટો આપવામાં આવતા અમદાવાદમાં 55 દિવસ બાદ લોકો બહાર નીકળ્યા હતા. જેના પગલે રસ્તો ચહલ પહલ અને દુકાનો પર લાઈનો લાગી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારને નોન કન્ટેનમેન્ટ ઝોન જ્યારે પૂર્વ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો છે. નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી દુકાનો અને વેપાર ધંધા ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે અનેક દુકાનો 55 દિવસનાં લૉકડાઉન બાદ ખુલી હતી. આજે આનંદનગર અને વેજલપુરમાં પાન પાર્લર, શાકભાજીની દુકાનો, કરિયાણાની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી છે. જોકે, લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને પાનના ગલ્લા પર લાઈનમાં ઊભા રહ્યા હતા. બીજી તરફ હેર સલૂનમાં પણ કોરોનાની સતર્કતા સાથે લોકોની ભીડ જોવા મળી છે. વિવિધ વિસ્તારોમાં આવેલા શોપિંગ કોમ્પલેક્સોમાં પ્રોપર્ટી નંબરમાં એકી- બેકી સંખ્યાના આધારે વેપારીઓએ દુકાનો ખોલી હતી. એકી નંબરવાળા એકી અને બેકી નંબરવાળા બેકી તારીખે જ દુકાનો ખોલી શકશે. બહુવિધ પ્રોપર્ટી નંબર ધરાવતી દુકાનો એકી તારીખે જ ખોલવા આદેશ કરવામાં આવ્યો છે. સિંગલ દુકાનો કાયમી એટલે રોજ ચાલુ રાખી શકાશે.
