રાજકોટમાં સવારે પાન-મસાલાની દુકાનો ખૂલતા જ લાંબી લાઈનો લાગી
Live TV
-
ગઈકાલે સરકારે દુકાનો ખોલવાની છૂટ આપી હતી, જોકે પાન-મસાલો ખાઈને થૂંકનારાને રૂ.200નો દંડ કરાશે
રાજકોટ શહેરમાં સવારે પાન-મસાલાની દુકાનો ખુલતા જ લોકોએ લાઈનો લગાવી હતી. લૉકડાઉન-04માં રાજ્ય સરકારે પાન-મસાલાની દુકાનો ખોલવાની ગઇકાલે જાહેરાત કરી હતી. જેના પગલે શહેરના વિવિધ વિસ્તારમાં પાન-મસાલાની દુકાનો ખુલ્લી હતી. સવારે આઠ વાગ્યાથી દુકાન બહાર પાન-મસાલાના રસિકોએ લાંબી લાઈનો લગાવી હતી. જોકે મોટા ભાગના માસ્ક પહેરીને ઊભેલા જોવા મળ્યા હતા. સરકારે છુટછાટ આપવાની સાથે કેટલા કડક નિયમો બનાવ્યા છે.પાન કે મસાલા ખાઈને થૂંકનારાને 200નો દંડ કરવામાં આવશે
