મુખ્યમંત્રીનું પ્રજાજોગ સંબોધન, નોન-કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ખાનગી ઓફિસ-ધંધાને અને હેર-સલૂનને મંજૂરી
Live TV
-
કાલથી અમૂલના પાર્લર પર 3 લેયર અને N 95 માસ્ક મળશે, અમૂલ પાર્લર પર 3 લેયર માસ્ક 5 રૂપિયાનું અને N-95 માસ્ક 65 રૂપિયામાં મળશે.
કેન્દ્ર સરકાર દ્વારા લોકાડાઉન 4ની ગાઈડલાઇન જાહેર કરવામાં આવ્યા બાદ ગુજરાતમાં લોકડાઉન 4નો અમલ અને છૂટછાટ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંબોધન કર્યું હતું. પ્રજાજોગ સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના મહામારી સામે 54 દિવસથી ગુજરાતની જનતા લડી રહી છે. ત્રણેય લૉકડાઉનમાં ગુજરાતની જનતાએ સહકાર આપ્યો છે. કોરોના સંક્રમણને રોકવા સૌ પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યમાં કન્ટેઈન્મેન્ટ ઝોન અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોન એમ બે કેટેગરી પાડવામાં આવી છે.
- કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં, સવારના 8થી બપોરના ત્રણ વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓના વેચાણની છૂટ
- બન્ને ઝોનમાં બંધ શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, સિનેમાગૃહો, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે,
- અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટોરીક્ષા શરૂ કરવામાં આવશે એક રીક્ષામાં વધુમાં વધુ બે મુસાફર બેસાડી શકાશે.
- નોન કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ખાનગી ધંધા ઓફિસને ખોલવાની મંજૂરી આપવામાં આવશે. રાજ્યના નોન કોન્ટનમેન્ટ ઝોનમાં 33% ટકા સ્ટાફ સાથે કોર્પોરેટ ઓફિસ અને દૂકાનો ખોલી શકાશે
- કન્ટેનમેન્ટ ઝોન સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં ST બસ સેવા શરૂ કરાશે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં દૂકાનો અને કોર્પોરેટ ઓફિસો શરૂ કરાશે
- નોન કન્ટેઈન્મેન્ટ ઝોનમાં હેર સલૂન અને બ્યુટી પાર્લરને મંજૂરી આપવામાં આવશે.
- લગ્નના પ્રસંગમાં 50 લોકોને જવાની મંજૂરી, જ્યારે મરણમાં 20 લોકોની હાજરીને મંજુરી,
- કાલથી અમૂલના પાર્લર પર 3 લેયર અને N 95 માસ્ક મળશે, અમૂલ પાર્લર પર 3 લેયર માસ્ક 5 રૂપિયાનું અને N-95 માસ્ક 65 રૂપિયામાં મળશે.
- હીરાના કારખાના, લુમ્સના કારખાના 50 ટકાના સ્ટાફ સાથે શરૂ કરી શકાશે
- નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ડ્રાઈવર અને માત્ર બે જ જણ સાથે ટેક્સી ચાલશે
