કોરોનાગ્રસ્ત દર્દીની સારવારના પ્રાથમિક તબક્કામાં ધમણ-1 અત્યંત ઉપયોગી: ડૉ. એમ.એમ પ્રભાકર
Live TV
-
ડૉ. પ્રભાકરે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતા સત્વરે વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થઈ હતી. આવા સમયે રાજ્યની જ ખાનગી કંપનીએ માત્ર 10 દિવસમાં સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરી આપ્યા હતા જે ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 કાર્યરત છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓફીસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડૉ. એમ.એમ. પ્રભાકરે જણાવ્યું છે કે, કોરોના દર્દીઓની સારવારમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 અને અત્યાધુનિક એવા હાઈ એન્ડ વેન્ટિલેટર એમ બંન્ને ઉપયોગી છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિને શરૂઆતના તબક્કે કૃત્રિમ રીતે ઓક્સિજન પૂરો પાડવો પડે ત્યારે ધમણ-1 અત્યંત ઉપયોગી છે.પરંતુ જ્યારે દર્દી ક્રિટીકલ કન્ડીશનમાં હોય ત્યારે હાઇએન્ડ વેન્ટિલેટરની જરૂર પડે છે. ડૉ. પ્રભાકરે જણાવ્યું કે, ધમણ-1 વેન્ટિલેટરનો ઉપયોગ હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ છે. કોરોના દર્દીઓની સારવારમાં જોડાયેલા એનેસ્થેસિયા નિષ્ણાંત સહિતના તબીબો દ્વારા ધમણ-1નું ડેમોન્સ્ટ્રેશન યોજી તેના ઉપયોગની સમજ આપવામાં આવી હતી. કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા વેન્ટિલેટરમાં એક પ્રકાર હાઇ એન્ડ વેન્ટિલેટર છે જે ખૂબ જ ગંભીર દર્દીની સારવારમાં ઉપયોગી છે. હાલમાં જે વેન્ટિલેટરની માંગ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે એ આ હાઇએન્ડ પ્રકારના અત્યાધુનિક વેન્ટિલેટર છે.
રાજકોટ ખાતે બનાવાયેલું સ્વદેશી વેન્ટિલેટર ધમણ ૧ પ્રાથમિક તબક્કાનું છે અને તેમાં જરૂરી સુધારા માટે અહીંના તબીબો દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. કમ્પ્રેસર, મિક્ષ્ચર, હ્યુમિડિફાયર અને કેલિબ્રેશન જેવા ઉપકરણો સંલગ્ન ઉત્પાદક દ્વારા ધમણ-1 વેન્ટિલેટરના આગામી તબક્કામાં જોડવામાં આવશે તેમ ડૉ. પ્રભાકરે જણાવ્યું હતું.. ડૉ. પ્રભાકરે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતા સત્વરે વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થઈ હતી. આવા સમયે રાજ્યની જ ખાનગી કંપનીએ માત્ર 10 દિવસમાં સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરી આપ્યા હતા જે ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે..તેઓએ વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હાલ મોટા પ્રમાણમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. ભારતમાં અને વિશ્વમાં જ્યારે વેન્ટિલેટરની કમી હતી ત્યારે ગુજરાતની કંપનીઓ સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરી આપ્યા હતા.
