રાજ્યમાં પરપ્રાંતિય શ્રમિકોએ ધીરજ ગુમાવતાં દર્શાવી નારાજગી, પોલીસ સાથે થયું ઘર્ષણ
Live TV
-
પોલીસ આ મામલે , 200 થી વધુ શ્રમિકોની ધરપકડ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને , તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલાક શ્રમિકો પોતાની ધીરજ ગુમાવીને , નારાજગી દર્શાવી રહ્યા છે. આજે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં શ્રમિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં , બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. જેના પગલે પોલીસને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. પોલીસે આ મામલે શ્રમિકો સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી ,. પોલીસ આ મામલે , 200થી વધુ શ્રમિકોની ધરપકડ કરી છે.
. સુરત જિલ્લાના પીપોદરા જી.આઈ.ડી.સી વિસ્તારમાં , વતન જવાની માંગ સાથે , પરપ્રાંતિય શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. શ્રમિકોએ રોડ પર ચક્કજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં , મોટી સંખ્યામાં જિલ્લા પોલીસનો કાફલો , સ્થળ પર દોડી આવ્યો હતો, અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
