ગ્રામીણ વિસ્તારમાં મનરેગા યોજના આશીર્વાદ રૂપ થઈ સાબિત, દાહોદમાં 77 હજારને મળી રોજગારી
Live TV
-
તમામ મજૂરોને દૈનિક 224 રૂપિયાની મજૂરી મળે છે
લોકડાઉનના આ સમયમાં શ્રમિકોને સ્થાનિક રોજગારી મળી રહે , તે અંતર્ગત સરકારે મનરેગા યોજના હેઠળ , કામકાજ શરૂ કરવાની મંજૂરી આપી છે. દાહોદ જિલ્લામાં 15 એપ્રિલથી મનરેગા યોજના હેઠળ , જોબકાર્ડ ઇશ્યુ કરી , લોકોને રોજગારી આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. જે અંતર્ગત 77 હજારથી વધારે લોકોને , રોજગારી મળી છે. આ યોજના હેઠળ કુલ 11 હજાર 271 કામો લેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને , જિલ્લામાં 97 તળાવોને ઉંડા કરવાની કામગીરી , પુરજોશમાં કરવામાં આવી રહી છે. કામકાજ દરમિયાન તમામ શ્રમિકો માટે , માસ્ક ફરજીયાત છે , તેમજ સામાજીક અંતર જળવાઈ રહે , તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
કટોકટીના આ સમયમાં , ગ્રામીણ વિસ્તારના લોકો માટે મનરેગા યોજના , આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડ લાઇનને અનુસરીને , મનરેગા હેઠળ ચાલતા વિવિધ બે હજારથી વધુ કામોમાં , ચોવીસ હજારથી વધુ લોકો , સ્થાનિક કક્ષાએ રોજગારી મેળવી રહ્યા છે. મનરેગા યોજના અંતર્ગત, જિલ્લામાં નવીન તળાવ ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ મજૂરોને દૈનિક 224 રૂપિયાની મજૂરી મળે છે
