Skip to main content
Settings Settings for Dark

ગુજરાત: પહેલાથી ત્રીજા લોકડાઉન દરમિયાન 14 ગણા મોત, 10 ગણા નવા કેસ

Live TV

X
  • લોકડાઉન 3.0 દરમિયાન દરરોજ સરેરાશ 26 લોકોના મોત થયા.. જ્યારે દરરોજ સરેરાશ 425 નવા કેસ સામે આવ્યા છે..લોકડાઉન 2.0 દરમિયાન સરેરાશ 251 કેસ નવા અને દરરોજ સરેરાશ 14 લોકોના મોત થયા... લોકડાઉન 1.0 દરમિયાન સરેરાશ દરરોજ 29 નવા કેસ આવ્યા જ્યારે સરેરાશ 1 વ્યક્તિનું આ દરમિયાન મોત થયું. લોકડાઉન 3ને લોકડાઉન 1 સાથે જો સરખાવામાં આવે તો 14 ગણો વધારો મોતમાં થયો જ્યારે, દરરોજ સરેરાશ 10 ગણા નવા કેસ સામે આવ્યા.

    જો આંકડકીય માહિતી જોવામાં આવે તો લોકડાઉન 3.0ના 14 દિવસ ગુજરાતને ખૂબ ભારે પડ્યા કહી શકાય....લોકડાઉન 1.0ની તુલનામાં 3મેથી 17મે વચ્ચે 14 દિવસ દરમિયાન નવા સરેરાશ કેસ 10 ગણા વધ્યા જ્યારે મોત પર નજર કરીએ તો સરેરાશ 14 ગણો મોતની સંખ્યામાં વધારો થયો... આ વધારો લોકડાઉન 2.0 દરમિયાન ગુજરાતમાં જે સ્થિતિ હતી તેનાથી પણ વધુ ખરાબ રહી... જ્યારે લોકડાઉન 2.0ને લોકડઉન 1.0 સાથે સરખાવામાં આવે તો નવા કેસ 7 ગણા અને સરેરાશ મોત 10 ગણા હતા.. ત્યાં જ લોકડાઉન 3.0માં કોરોનાનો કેરમાં સતત વધારો રહ્યો.. જો આપણે 25 માર્ચથી 17 મેના 54 દિવસના સંપૂર્ણ લોકડાઉનને ધ્યાનમાં રાખીએ તો...અત્યાર સુધી 25 માર્ચથી ગુજરાતમાં સરેરાશ દરરોજ 12ના મોત થયા જ્યારે સરેરાશ દરરોજ 210 કેસ નવા નોંધાયા

    ગુજરાતના આ આંકડાઓ બતાવે છે કે દેશમાં દરેક પાંચમી મોત એ ગુજરાતમાં થઈ રહી છે... આ એક ચિંતાજનક વાત કહી શકાય કારણકે ગુજરાતની વસ્તી દેશની વસ્તીથી માત્ર 5 ટકા છે.. તો જો 5 ટકા જ દેશની વસ્તી ગુજરાતમાં છે... તો દરેક 100 મોતએ ગુજરાતમાં ફક્ત 5 મોત થવા જોઈએ તેના બદલે ગુજરાતમાં 20 મોત થઈ રહ્યાં છે....આવી જ રીતે નવા કેસની વાત કરવામાં આવે તો તેમા પણ દેશમાં સરેરાશ પ્રત્યેક દિવસ 1761 કેસ નવા નોંધાયા તો ગુજરાતમાં 210 કેસ પ્રત્યેક દિવસ નવા નોંધાયા જે દરરોજ સરેરાશ 12 ટકા કેસ ગુજરાતમાં નવા નોંધાઈ રહ્યાં છે. 

    ગુજરાત 

    24 માર્ચ -- 34 કેસ, 1 મોત ( 21 દિવસનું  લોકડાઉન 1.0 ) ( 616 નવા કેસ આવ્યા, 27ના મોત થયા )
    14 એપ્રિલ - 650 કેસ, 28 મોત ( 19 દિવસનું લોકડાઉન 2.0 ) ( 4778 નવા કેસ, 262 મોત ) 
    3 મે -- 5428 કેસ, 290 મોત ( 14 દિવસનું લોકડાઉન 3.0 ) ( 5952 નવા કેસ, 369 મોત )
    17 મે -- 11380 કેસ, 659 મોત (54 દિવસમાં 11346 નવા કેસ, 658 મોત )

    ગુજરાતમાં પ્રત્યેક દિવસ 12ના મોત જ્યારે પ્રત્યેક દિવસ 210 નવા કેસ

    24 માર્ચ દેશમાં -- 571 કેસ, 10 મોત
    17 મેએ દેશમાં - 95698 કેસ, 3024 મોત

    દેશમાં પ્રત્યેક દિવસ 56ના મોત જ્યારે પ્રત્યેક દિવસ 1761 નવા કેસ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply