ગ્રામીણ વિસ્તારોમાં 20મી મે થી નર્મદાના નીરથી તળાવો અને ચેકડેમો ભરવાનો રાજ્ય સરકારનો નિર્ણય
Live TV
-
કચ્છમાં ટપ્પર ડેમ દ્વારા નાગરિકોને પીવાનું પાણી આપવામાં આવે છે, ત્યારે ટપ્પર ડેમમાં પણ જરૂરિયાત મુજબ નર્મદાનું પાણી પૂરું પડાશે.
રાજ્ય સરકારે ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈને ગ્રામીણ વિસ્તારોમાં, 20મી મેથી નર્મદાના નીરથી તળાવો અને ચેકડેમો ભરવાનો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, વીસમી મેથી – ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈન સાથે જોડાયેલા 550 તળાવો ભરવા માટે 10 હજાર 465 એમ.સી.એફ.ટી. પાણી છોડાશે.
એવી જ રીતે જેમ જરૂરિયાત ઉભી થશે એ મુજબ પાણી આપવાનું આયોજન કરાયું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સૌની યોજના સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમો 20મી મેથી નર્મદાના નીર વડે ભરવામાં આવશે. આ નિર્ણય મુજબ 27 જળાશયો તથા 547 તળાવો અને ચેકડેમો નર્મદાના નીરથી ભરાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં ટપ્પર ડેમ દ્વારા નાગરિકોને પીવાનું પાણી આપવામાં આવે છે, ત્યારે ટપ્પર ડેમમાં પણ જરૂરિયાત મુજબ નર્મદાનું પાણી પૂરું પડાશે.
