અમદાવાદમાં આજથી આદિ મહોત્સવ યોજાશે
Live TV
-
અમદાવાદમાં આજથી આદિમહોત્સવની શરૂઆત થશે. 3 નવેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં આદિવાસી અને જનજાતિય સંસ્કૃતિના રંગો જોવા મળશે. કેન્દ્રીય જનજાતિકાર્ય મંત્રી અર્જુન મુંડા આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે.
જેમાં જનજાતીય સંસ્કૃતિ શિલ્પ કલા, ખાણીપીણી તથા આર્થિક પ્રયાસોના અલગ અલગ ઉપાયો દર્શાવનારા 100થી વધુ સ્ટોલ પણ હશે. હસ્તકલા, માટીના વાસણો સહિત વિવિધ વસ્તુઓનું પ્રદર્શન જોવા મળશે.
મહોત્સવમાં સંસદ સદસ્ય રમીલાબેન બારા તથા જનજાતીય વિકાસ મંત્રી કુબેર ડીંડોર સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.મહત્વનું છે કે ભારતની જનજાતિય વિરાસતને જાણવા માટે આદિમહોત્સવ એક મહત્વનું માધ્યમ સાબિત થઇ રહ્યું છે.
