ગાંધીનગર: સીઆરપીએફની મહિલા બટાલિયન દ્વારા દેશ વ્યાપી બાઈક રેલી યોજાઇ
Live TV
-
ગાંધીનગર: સીઆરપીએફની મહિલા બટાલિયન દ્વારા દેશ વ્યાપી બાઈક રેલી યોજાઇ
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી સીઆરપીએફની મહિલા બટાલિયન દ્વારા દેશ વ્યાપી બાઈક રેલી યોજાઇ છે. બેટી બચાવો, બેટી પઢાઓના સુત્રને મુદ્દે જાગૃતિ લાવવા બાઇકરેલીનું આયોજન થયું છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની મહિલાઓ શ્રીનગર, શિલોંગ, અને કન્યાકુમારીથી 75 બાઈક પર 15 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં 10, 000કિલોમીટરની યાત્રા કરી રહી છે. બાઇકરેલી ગાંધીનગરમાં આવેલા crpf ના સમૂહ કેન્દ્ર ખાતે આવી પહોંચતાં આવકાર આપવામાં આવ્યો હતો. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ થયું હતું.
