કેન્દ્રીય ગૃહમંત્રીએ કલોલમાં નેનો ડીએપી પ્લાન્ટનું કર્યું લોકાર્પણ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રીએ કલોલમાં નેનો ડીએપી પ્લાન્ટનું કર્યું લોકાર્પણ, સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એશોશીએશનના મિનિ ITI અને ફાયર સ્ટેશનનું કર્યું ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. તેમણે અનેક વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું હતું. તેમણે કલોલ ખાતે આવેલા ઈફ્કોના નૈનો DAP પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ તેમણે પ્લાન્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નેનો યુરિયાનો છંટકાવ છોડ પર થાય છે જેથી જમીનને નુકસાન થતું નથી.
ગુજરાતનાં પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. તેઓ આજે સાણંદ GIDC ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એશોશીએશનના મિનિ ITI અને ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે તેમણે ગ્રીન્ઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડના ગ્રીન હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ મિનિ ITI 6 મહિનામાં તૈયાર થઈ જશે. જેનો સૌથી વધુ લાભ અમદાવાદ જિલ્લાના લોકોને થશે. તેમણે ઉમેર્યું હતું કે સાણંદ જીઆઇડીસીમાં મજૂરો માટે 550 બેડની અત્યાધુનિક હોસ્પિટલ તૈયાર થશે. તેમણે કહ્યું હતું કે દેશ એન રાજ્યના વિકાસનો સૌથી મોટો ફાયદો ગ્રામીણ વિસ્તારના ગરીબ લોકોને થવો જોઈએ.
