Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં આજથી જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો શરતોના પાલન સાથે ફરી શરૂ

Live TV

X
  • આજે શહેરમાં સંપુર્ણ લોકડાઉનની મુદત પુરી થતી હોવાથી તે પછી લોકોને કરિયાણુ, શાકભાજી,ફળફળાદી, અનાજ દળવાની ઘંટી જેવી સુવિધા ફરી થશે શરૂ

    અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા લેવાઇ રહેલા પગલાંની સમીક્ષા કરવા બેઠક મળી હતી. બેઠકમાં ઈન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. 15મેના રોજ શહેરમાં સંપુર્ણ લોકડાઉનની મુદત પુરી થતી હોવાથી તે પછી લોકોને કરિયાણુ, શાકભાજી,ફળફળાદી, અનાજ દળવાની ઘંટી જેવી સુવિધા ફરી રાબેતા મુજબ કરવાનો નિર્ણય લીધો હતો.

    આ બાબતોને સંલગ્ન દુકાનો, ફેરિયા અને હોમડિલીવરી સેવાઓ કેટલીક શરતોને આધિન ખોલી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. સવારે આઠ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી તે દુકાનો ચાલુ રહી શકશે. 

    ઉપરોક્ત વ્યવસાયીઓ ઉપરાંત દૂધ અને દવાના વિક્રેતાઓનુ પણ 15 મે પહેલાં સ્ક્રિનિંગ થશે. જે વસ્તુની છુટછાટ આપવામાં આવી છે તેનું જ વેચાણ થઇ શકશે. તમામ વ્યવસાયીઓએ આ હેલ્થ કાર્ડ મેળવી લેવાના રહેશે અને સાત દિવસે રીન્યૂ કરાવવાના રહેશે. 

    અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સૂચિત કરવામાં આવેલ નિયમોનું કરવું પડશે પાલન 

    1. અમદાવાદમાં 15 મે બાદ પણ રાબેતા મુજબ લોકડાઉનનો અમલ
    2. મેડિકલ અને દૂધ સિવાયની જરૂરી સામગ્રીનું વેચાણ થશે શરૂ
    3. જીવનજરૂરી સામગ્રીના વેચાણની 15 મે બાદ શરતી મંજૂરી
    4. જીવન જરૂરી વસ્તુઓના વિક્રેતાઓનું હેલ્થ કાર્ડ ઈશ્યૂ થશે
    5. કરિયાણુ, શાકભાજી-ફળ, ઘંટીઓ શહેરમાં ખુલ્લી રહેશે
    6. સવારે 8 થી બપોરે 3 સુધી નિશ્ચિત વિસ્તારમાં દુકાનો ખોલવાનો નિર્ણય
    7. નિયત સમય સિવાય વેપારીઓ દુકાન ખોલી શકશે નહી
    8. હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ 7 દિવસમાં વેપારીઓને કરાવવા પડશે રિન્યૂ
    9. સામગ્રીના વેચાણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત
    10. કન્ટેન્ટમેન્ટ વિસ્તારનો કર્મચારી દુકાનોમાં સ્ટાફ તરીકે નહી બજાવી શકે ફરજ
    11. રોકડ સ્વિકારવા માટે વેપારીઓએ અલગથી કરવાની રહેશે વ્યવસ્થા
    12. હાથના મોજા, માસ્ક, કેપ, સેનેટાઈઝર રાખવુ પડશે ફરજિયાત
    13. હોમ ડિલીવરી માટે પણ સમય સવારે 10થી સાંજે 5 સુધીનો રહેશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply