કોરોના મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્યના નિષ્ણાંત તબીબો સાથે યોજી પરામર્શ બેઠક
Live TV
-
રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને કરાઇ ચર્ચા
કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી, સિવિલ હોસ્પિટલ ખાતેની મીટીંગમાં મંત્રીશ્રીએ સિવિલના તબીબો પાસેથી કોવિડ-19 દર્દીઓની સારવારની સઘળી વિગત મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં શહેરના અન્ય નિષ્ણાંત તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પરામર્શ બેઠકમાં શહેરની ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ કોરોના સંક્રમણને નાથવા અને અને દર્દીઓની ઉત્કૃષ્ટ સારવાર માટે તેઓના વિચાર વ્યક્ત કર્યા હતા.
બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી કે કૈલાસનાથન, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિ અને શહેરના જાણીતા ડોકટર ઉપસ્થિત રહ્યા છે. આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં કોરોના સંકટ સતત ઘરાઇ રહ્યું છે. ગતરોજ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલ વિગત પ્રમાણે 324 નવા કેસ સાથે કુલ કોરોના સંક્રમિતોનો સંખ્યા 9592 થઇ છે.
