Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ગણેશ ચતુર્થીના પર્વની ધૂમ, ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની ધૂમ ખરીદી

Live TV

X
  • ગાયના છાણમાંથી બનાવેલી અને માટીની ગણેશ મૂર્તિની અવનવી સુંદર પ્રતિમા ઉપલબ્ધ

    આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે..ત્યારે ગણેશભક્તો આજરોજ પોતાના ઘરમાં શ્રીજીની પધરામણી કરી સ્થાપન અને વિશેષ પૂજન કરતા હોય છે..ત્યારે અમદાવાદમાં હવે ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની ખૂબ માંગ જોવા મળી રહી છે..અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગણપતિની પ્રતિમા લેવા માટે ભક્તો ઉમટી રહ્યા છે..ખાસ મુહૂર્તમાં શ્રીજીની પધરામણી કરવા માટે ભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જોકે કોરોના મહામારીના કારણે ગણેશ પંડાલોને બદલે ઘરમાં જ ઉજવણી કરવાનું વધુ હિતાવહ છે..ત્યારે અમદાવાદમાં માટીની અને ગાયના છાણમાંથી બનાવેલી મૂર્તિ આ વખતે વધુ વેચાઈ રહી છે..બોપલ-ઘુમાના વિવિધ બજારોમાં ગણેશજીની અવનવી શગણાર અને ડીઝાઈનવાળી ઈકો ફ્રેન્ડલી પ્રતિમાનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે..

    બોપલ-ઘુમા વિસ્તારમાં ગોમય ગણેશજીની મૂર્તિનું વેચાણ થઈ રહ્યુ છે..સાણંદના નેધરાડની મહાકાલ ગૌશાળા દ્વારા ગાયના છાણમાંથી ગણેશજીની 125થી વધુ પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે...જે પૈકી 70થી વધુ પ્રતિમાનું વેચાણ થઈ ચુક્યુ છે.રોજગારી સાથે પર્યાવરણની રક્ષા અને ગાયનું મહત્વ તેમજ ગાય પ્રત્યે લોકોની જાગૃતિ વધે તેવા શુભ હેતુ સાથે છેલ્લા બે વર્ષથી ગૌશાળા ગણેશ પર્વ દરમિયાન ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરુ કર્યુ હતુ. આ ગૌશાળા દ્વારા ગૌમય કાસ્ટમાંથી એટલે કે ગાયના છાણ અને ગૌ મુત્રમાંથી છ ઈંચથી માંડીને બે ફૂટ સુધીની શ્રીજીની આકર્ષક પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે.

    ગાયના છાણમાંથી આ મૂર્તિ બનાવતી વખતે તેમાં છાણ ઉપરાંત ગુંદર અને ગવાર ગમનો પાવડર વાપરવામાં આવે છે. જેથી મૂર્તિને સુંદર ઢાળ આપી શકાય છે..અલગ અલગ સાઈઝની આ મૂર્તિના 400 રુપિયાથી માંડીને 7 હજાર સુધીના ભાવ રાખવામાં આવ્યા છે..

    ગોમય ગણેશજીની પ્રતિમાનું વિસર્જન સરળ બને છે..કારણ કે કોઈ પણ એક ફુટ ઊંડા પાત્રમાં પાણી રાખીને એમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવાથી એનું સહેલાઈથી એ પ્રવાહી ખાતરમાં રૂપાંતર થઈ જશે, જેને કોઈ પણ નાના છોડ કે મોટા વૃક્ષના મૂળમાં નાખવામાં આવે તો એ ખાતરનું કામ કરશે. આ પ્રયોગથી ગણેશજીના ભક્તોની આસ્થા મુજબ ગણેશોત્સવ મનાવી શકાશે અને સાથે નદીઓને દૂષિત થતી પણ બચાવી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply