Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઓલ્ટરનેટ ડિસપ્યુટ રિઝોલ્યુશન સેન્ટરનો પ્રારંભ

Live TV

X
  • અમદાવાદમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એમ. આર. શાહ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા દ્વારા ઓલ્ટરનેટ ડિસપ્યુટ રિઝોલ્યુશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  વેપારીઓને પોતાના વ્યવસાયમાં થતી તકરારોના નિવારણ  માટે ચેમ્બર ઓફ કોર્મસમાં જ આ તકરાર નિવારણ કેન્દ્ર  શરૂ કરવામાં આવ્યુ છે. ઉધોગકારો અને વેપારીઓના કરોડો રૂપિયાના તકરાર કેસનું નિવારણ હવે ચેમ્બર ઓફ કોમર્સની મધ્યસ્થિ દ્વારા ઝડપથી શક્ય બનશે. હવે આ કેન્દ્રમાં રાજ્ય સહિત દેશના વેપારીઓના વ્યવસાયિક મામલાના તકરાર કેસનુ નિવારણ  કરવામાં આવશે. આ પ્રસંગે જસ્ટિસ શાહે જણાવ્યું હતું કે વેપાર ઉધોગમાં પ્રારંભિક તબક્કે  જ  શરૂ થતાં વિવાદનો ઉકેલ લાવવા પ્રયાસ થવો જરૂરી છે. તેમણે નાના વેપારીઓના સંગઠનોને સાથે રાખવા પર પણ ભાર મૂકયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply