મહેસાણાઃ વિજાપુરના શિક્ષકે વિશ્વમાં વગાડ્યો ડંકો, લર્નિંગ મેથડ માટે મળ્યો પુરસ્કાર
Live TV
-
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મહાદેવ પુરાના શિક્ષક દિલીપ સિંહને આ વર્ષનો BIC ક્રિસ્ટલ પેન એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડમાં 5,000 યુરો અને ટ્રોફી એનાયત કરવામાં આવે છે.
તેમને ન્યુ મેથડ ઓફ લર્નિંગ માટે આ એવોર્ડ અપાયો છે. તેઓએ શિક્ષણ અને ટેકનોલોજીનું મિશ્રણ કરી મહામારીના સમયમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં રોકાયેલા રાખવા સાહિત્ય તૈયાર કર્યું હતું તેમજ વાલીઓ અને બાળકોના આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો.
સાથે જ શાળા પર્યાવરણમાં વિવિધ જગ્યાએ ગોઠવાયેલ શૈક્ષણિક સામગ્રીનો બાળકો સતત ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરેલ છે.. બાળકો રમતા રમતા , સહજ રીતે શિક્ષણ પ્રાપ્ત કરે તેવા પ્રયત્નો પણ તેમણે કરેલ છે. તેમણે પુરસ્કારમાં મળેલ 4.33 લાખ ની તમામ રકમ શાળાને અર્પણ કરી ઉમદા શિક્ષક તરીકેનું ઉદાહરણ પૂરું પાડ્યુ છે. સમગ્ર વિશ્વના 10 ઇમ્પેક્ટ એજ્યુકેટરમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
