અમદાવાદમાં યોજાશે જી20ની થીમ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023
Live TV
-
અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની થીમ જી20 આયોજિત કરવામાં આવી છે. દેશ વિદેશના અનેક પંતગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા અમદાવાદ આવશે. જી20 દેશોના પતંગબાજો પણ સામેલ થશે. 8 જાન્યુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે 8:00 વાગ્યે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસન મંત્રી મુળુ બેરા પણ ઉપસ્થિત રહેશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023માં જી-20ના લોગો સાથે છપાયેલી પતંગો પણ ઉડાવવામાં આવશે. આ સાથે પતંગ મહોત્સવના મુલાકાતીઓ માટે જી20 ફોટોબૂથ પણ ઊભું કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન તમામ પતંગબાજો જી20નો લોગો પ્રિન્ટ કરેલું ટી-શર્ટ અને ટોપી પહેરીને એક પરેડનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત ભાતીગળ ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન ઊભું કરવામાં આવશે, તેમજ પતંગો બનાવવા અને ઉડાડવા માટેની એક વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન મુલાકાતીઓ માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે.
