અમદાવાદમાં 15મીથી જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે
Live TV
-
15મેના રોજ શહેરમાં સંપુર્ણ લોકડાઉનની મુદત પુરી થતી હોવાથી તે પછી લોકોને કરિયાણુ, શાકભાજી,ફળફળાદી, અનાજ દળવાની ઘંટી જેવી સુવિધા મળી શકે તે માટે વિચારણા.
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા લેવાઇ રહેલા પગલાંની સમીક્ષા કરવા બેઠક મળી હતી. બેઠકમાં ઈન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. 15મેના રોજ શહેરમાં સંપુર્ણ લોકડાઉનની મુદત પુરી થતી હોવાથી તે પછી લોકોને કરિયાણુ, શાકભાજી,ફળફળાદી, અનાજ દળવાની ઘંટી જેવી સુવિધા મળી શકે તે માટે વિચારણા થઇ હતી. આ બાબતોને સંલગ્ન દુકાનો, ફેરિયા અને હોમડિલીવરી સેવાઓ કેટલીક શરતોને આધિન ખોલી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. સવારે આઠ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી તે દુકાનો ચાલુ રહી શકશે. ઉપરોક્ત વ્યવસાયીઓ ઉપરાંત દૂધ અને દવાના વિક્રેતાઓનુ પણ 15 મે પહેલાં સ્ક્રિનિંગ થશે. જે વસ્તુની છુટછાટ આપવામાં આવી છે તેનું જ વેચાણ થઇ શકશે. તમામ વ્યવસાયીઓએ આ હેલ્થ કાર્ડ મેળવી લેવાના રહેશે અને સાત દિવસે રીન્યૂ કરાવવાના રહેશે.
