મહેસાણાના વિસનગરમાં જનજીવન રાબેતા મુજબ શરૂ
Live TV
-
વહીવટી તંત્રે નિયમોને આધિત દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. લાંબા સમય બાદ ધંધા-રોજગારના શરૂઆતની મંજુરી મળતાં વેપારીઓએ મોટી રાહત અનુભવી છે.
મહેસાણા જિલ્લાના વિસનગરમાં બજારો ખોલવાની મંજૂરી અપાતા હવે જનજીવન રાબેતા મુજબ થવા જઈ રહ્યું છે. વિસનગર શહેરના વેપારી એસોસિએશન દ્વારા થોડાક દિવસ પહેલાં પ્રાંત અધિકારી, ધારાસભ્ય સહિત પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ બજાર ખોલવાની રજૂઆત કરી હતી. જે અંગે વિચાર કરીને લોકડાઉનનું પાલન પણ થાય અને લોકો પણ નિયમો અનુસરે તે હેતુથી દુકાનો ખોલાવાની મંજુરી આપવામાં આવી હતી. જોકે, ચાની કીટલી, રેસ્ટોરન્ટ, પાન પાર્લર,તથા હોટલ્સ ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. લાંબા સમય બાદ ધંધા-રોજગારના શરૂઆતની મંજુરી મળતાં વેપારીઓએ મોટી રાહત અનુભવી છે.
