અમદાવાદ ખાતે 2 દિવસીય ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ
Live TV
-
આજથી 2 દિવસ અમદાવાદ ખાતે ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ યોજાનાર છે. આ ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 7 મી એડિશન થવા જઈ રહી છે. આ વખતેની થીમ 'હ્યૂમન, નેચર & ફ્યુચર' છે.
લિટરેચર હંમેશાને માટે સંસ્કૃતિ ને જોડી રાખનારું માધ્યમ રહ્યું છે. દુનિયામાં ઘણી સંસ્કૃતિ આવી અને નાશ પામી પરંતુ આ નાશ પામેલી સંસ્કૃતિ આજે પણ સાહિત્યમાં સાચવાયેલી છે. સાહિત્યને સમાજ નો અરીસો પણ કહેવામાં આવે છે. આવા જ કેટલાક દેશ-વિદેશના સાહિત્યનો સંગમ આ ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ માં થવા જઈ રહ્યો છે. સવારના 9 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી ચાલનાર વિવિધ કાર્યક્રમમાં અલગ-અલગ વિષયના નિષ્ણાંત સાથે ચર્ચા-વાર્તાલાપ કરવામાં આવશે. સેન્ટર ફોર એનવાઈરોમેન્ટ સાહિત્યપ્રેમીઓ ને ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની મુલાકાત લેવાનું નિમંત્રણ આપે છે.
આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં ડૉ. એસ. કે. નંદા, રિટાયર્ડ IAS; સમીર અંજન, કાર્તિકેય સારાભાઈ, ઉમાશંકર યાદવ હાજરી આપશે.