રાજ્યના અનેક વિસ્તારોમાં આસોમાં અષાઢી માહોલ: ખેડૂતો ચિંતામાં
Live TV
-
રાજ્યના અનેક વિસ્તારોમાં આસોમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાનમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં ગઇકાલથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા માં બે દિવસથી વરસાદી વાતાવરણ છે. ગઈકાલે વરસાદી ઝાપટા પડ્યા બાદ આજે ધનસુરામાં વરસાદ વરસ્યો હતો ધનસુરામાં બે દિવસમાં 7 મીલીમીટર વરસાદ વરસ્યો હતો જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
તો આ તરફ ગાંધીનગરના સેક્ટર 1 થી 30 વાવોલ કુડાસણ સરગાસણ સહિતના વિસ્તારોમાં વરસાદ આ તરફ નવસારીના ચીખલી તાલુકાના રાનકુવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો વરસાદને કારણે તૈયાર થયેલા ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
અમદાવાદના જમાલપુર, શાહપુર, કારંજ, ખોખરા, હાટકેશ્ર્વર, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો ભોગવો પડી રહ્યો છે.
