અમદાવાદ: ગુજકોમાસોલ (ગુજરાત કો-ઑપરેટિવ સોસાયટી માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ)ની 62મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
Live TV
-
અમદાવાદ: ગુજકોમાસોલ (ગુજરાત કો-ઑપરેટિવ સોસાયટી માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ)ની 62મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
અમદાવાદમાં ગુજકોમાસોલ એટલે કે ગુજરાત કો-ઑપરેટિવ સોસાયટી માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની 62મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજકો બ્રાન્ડ બનાવીને સંસ્થા દ્વારા મોટા મોલ અને માર્ટ ખોલવામાં આવશે જેમાં તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને મળી રહેશે, જેનો સીધો આર્થિક લાભ સભાસદ ખેડૂતોને મળશે. તો ગુજકોમાસોલના વાઈસ ચેરમેન બિપીન પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે સંસ્થાનું ટર્નઓવર 4 હજાર 764 કરોડ રહ્યું છે. જ્યારે નેટ પ્રોફીટ 23.43 કરોડ રૂપિયાનો થયો છે. તેમ જ સભાસદોને નફામાંથી 20 ટકા લેખે ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. આ બેઠકમાં રાજ્યસભા સાંસદ નરહરિ અમીન તથા ગુજકોમાસોલના ડાયરેક્ટર્સ, સભ્ય મંડળીયો તથા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.