અમદાવાદ જિલ્લા કલેકટરે જમીન-મહેસૂલ સબંધી તકરારી કેસોના નિકાલ માટે મહાઝુંબેશ શરૂ કરી
Live TV
-
ચૂંટણીની કામગીરી વચ્ચે પણ 3,590 કેસોમાં 32 હજાર પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી પેન્ડિંગ રહેલાં જમીન-મહેસૂલ સંબંધી તકરારી કેસોના ઝડપી નિરાકરણ અને નિકાલ માટે મહાઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યા બાદ ડો. ધવલ પટેલ દ્વારા જમીન મહેસૂલ નિયમો અન્વયે દાખલ થયેલા મહેસૂલ સંબંધી RTS અપીલ અને રિવિઝન કેસોની વિગત મેળવવામાં આવી હતી. જે અંતર્ગત વર્ષ 2017થી અત્યાર સુધીના 4,200 જેટલાં RTS અપીલ અને રીવીઝન કેસો પન્ડિંગ હતાં તેનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે, ચૂંટણીની કામગીરી વચ્ચે પણ 3,590 કેસોમાં 32 હજાર પક્ષકારોને નોટિસ પાઠવવામાં આવી હતી. અમદાવાદના આંબાવાડી સ્થિત શેઠ સી.એન. વિદ્યાલય ખાતે યોજાયેલી આ મહાઝુંબેશને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રના 200 જેટલાં કર્મચારીઓ પણ જોડાયા હતાં.
