અમદાવાદ-દિવ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી કરશે ઉદ્ધાટન
Live TV
-
દેશમાં વધુ એક હેલિકોપ્ટર સેવાનો પીએમ મોદીના હસ્તે શુભારંભ થશે. હેલિકોપ્ટર સેવાથી હવાઇ સેવા અને પર્યટનને વેગ મળશે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દિવથી અમદાવાદ વચ્ચે વિમાન સેવા અને દીવ અને દમણ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે બંને શહેર વચ્ચે 24મી ફેબ્રુઆરીથી હવાઇ સેવાનો શુભારંભ થશે. પ્રધાનમંત્રીની મુલાકાતના પગલે દિવ-દમણ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, દિવથી અમદાવાદ અને અમદાવાદથી દિવ વચ્ચે શરૂ થનારી આ 17 સીટની ફ્લાઈટનું ભાડું રૂપિયા બે હજાર સુધીનું હશે. આ સુવિધા શરૂ થતાં અમદાવાદ અને દિવ વચ્ચે ઝડપથી આવ-જા શક્ય બનશે, જેના કારણે દિવના પર્યટનને પણ વેગ મળશે. આ સુવિધાના સંદર્ભમાં દિવ ખાતે એરપોર્ટ ઓથોરિટી અને સ્થાનિક તંત્રના અધિકારીઓ વચ્ચે ખાસ બેઠક પણ યોજાઈ હતી.