ગુજરાતના ચોથા પાસપોર્ટ કેન્દ્રને ખુલ્લો મુકતા સાંસદ પૂનમ માંડમ
Live TV
-
જામનગરમાં પાસપોર્ટ કેન્દ્ર શરૂ થતાં નાગરિકોને રાજકોટ નહીં જવું પડે, દ્વારકા અને જામનગર જિલ્લાની પ્રજાની સુવિધામાં વધારો
જામનગર ખાતે ગુજરાતનું ચોથા પાસપોર્ટ કેન્દ્રને શરૂ કરવામાં આવ્યું છે. શહેરના ચાંદી બજાર સ્થિત મુખ્ય પોસ્ટ કચેરીમાં પાસપોર્ટ કેન્દ્રને શરૂ કરાયું છે, જેને સાંસદ પૂનમબહેન માંડમે ઉદ્ધાટન કર્યું છે. જામનગર તથા દ્વારકા જિલ્લાની પ્રજાને પાસપૉર્ટ કઢાવવા રાજકોટ જવું પડતું હતું. જામનગર ખાતે પાસપૉર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરાતાં લોકોને હવે રાહત મળશે અને રાજકોટ સુધીનો ધક્કો બચી જશે. આ પ્રસંગે મુખ્ય પાસપોર્ટ અધિકારી તરીકે સોનિયા યાદવ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રકારનાં પાસપૉર્ટ સેવા કેન્દ્રો, દાહોદ પાલનપુર અને ભુજ ખાતેની પોસ્ટ ઑફિસ ખાતે હાલ કાર્યરત છે.