પાટણ આત્મવિલોપન મામલે તપાસ કરવા એસઆઈટીની રચના
Live TV
-
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે ,31 માર્ચ 2018 સુધીમાં સમગ્ર તપાસ કરીને, પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સોંપશે.
ગાંધીનગરઃ પાટણની ઘટનાની ગંભીરતા સમજીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદનશીલતા બતાવીને, પોલીસ મહાનિરીક્ષકશ્રીની અધ્યક્ષતામાં ખાસ તપાસ દળ ની રચના કરી છે ,એમ જણાવતાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે ,31 માર્ચ 2018 સુધીમાં સમગ્ર તપાસ કરીને, પોતાનો અહેવાલ રાજ્ય સરકારને સોંપશે. કોઇપણ કસુરવારને છોડવામાં નહીં આવે ,અને એમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આ ખાસ તપાસ દળમાં, સેનાઅધ્યક્ષ આઇજીપી શ્રી નરસિમ્હા કોમર સાથે નિવૃત્ત અધિક સચિવ ,કિરીટભાઇ અધ્વર્યુ અને પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણનો ,સમાવેશ કરવામાં આવ્યો છે.