ભાવનગરમાં પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ
Live TV
-
આ કચેરીના ઉદ્ધાટન પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ તેમજ અમદાવાદ પાસપોર્ટ કચેરીના અધિકારી નીલમ રોય તેમજ શહેરના મેયર સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરમાં પાસપોર્ટ કચેરી કાર્યરત થતા હવે ભાવનગરના નાગરિકોને અમદાવાદ તથા રાજકોટના ધક્કા નહીં ખાવા પડે. ભાવનગર પોસ્ટઓફિસ ખાતે પાસપોર્ટ કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કચેરીના ઉદ્ધાટન પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ તેમજ અમદાવાદ પાસપોર્ટ કચેરીના અધિકારી નીલમ રોય તેમજ શહેરના મેયર સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે ભાવનગરના નાગરિકોએ અગાઉની કાર્યરત પાસપોર્ટ કચેરી બંધ થતા રજૂઆત કરી હતી જેથી ભાવનગરના લોકોની સમસ્યાને ધ્યાનમાં લેતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને પણ રજૂઆત કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત અમદાવાદ પાસપોર્ટ ઓફિસના અધિકારી નીલમ રોયે જણાવ્યું હતું કે પાસપોર્ટના ફોર્મ ભરવાની કામગીરી ઓનલાઇન થશે. જોકે અન્ય કામગીરી કચેરીમાં થશે અને નાગરિકોને પંદર દિવસમાં પાસપોર્ટ મળી જશે. પાસપોર્ટ કચેરીના આરંભે હાશકારો અનુભવતા નાગરિકોએ કચેરી ખાતે આજથી જ કતારો લગાવી હતી.